Friday - Jul 03, 2026

મોરબીમાં લાઈવ ડેમોથી વ્યવસાયિક જ્ઞાન આપી 70 મહિલાઓને આર્થિક રીતે પગભર બનવા સંકલ્પ લેવડાવ્યા

મોરબીમાં લાઈવ ડેમોથી વ્યવસાયિક જ્ઞાન આપી 70 મહિલાઓને આર્થિક રીતે પગભર બનવા સંકલ્પ લેવડાવ્યા

મોરબી મનપાની યુ.સી.ડી શાખા દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

મોરબી : મોરબી મનપા દ્વારા પ્રથમ વખત વિશ્વ મહિલા દિનની ઉજવણી માટે 1 માર્ચથી 8 માર્ચ સુધી લગાતાર નારી ઉત્થાનને વેગ આપતા અનેકવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાયા હતા. જેમાં આરોગ્ય, શિક્ષણ અને રોજગારી માટે જાગૃતિ આવે તેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી મનપાની યુ.સી.ડી શાખા દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે લાઈવ ડેમોથી વ્યવસાયિક જ્ઞાન આપી 70 મહિલાઓને આર્થિક રીતે પગભર બનવા સંકલ્પ લેવડાવાયા હતા.
 
મોરબીમાં લાઈવ ડેમોથી વ્યવસાયિક જ્ઞાન આપી 70 મહિલાઓને આર્થિક રીતે પગભર બનવા સંકલ્પ લેવડાવ્યા

મોરબી મહાનગરપાલિકાના અર્બન કોમ્યુનીટી ડેવલોપમેન્ટ વિભાગ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ડે. એન.યુ.એલ.એમ. યોજના અંતર્ગત સામાજિક અને સંસ્થાકીય વિકાસ ઘટક અંતર્ગત રચાયેલા સખી મંડળની બહેનોને વાસ્તવિક અર્થમાં સ્વાવલંબી બનાવવાના ઉમદા હેતુસર આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહિલાઓ માટે રોજગારી પુરી પાડવા, વ્યવસાય કરતી મહિલાઓ માટે વિવિધ સરકારી યોજનાઓ, બચત કાર્ડ, આરોગ્ય વિશે જાગૃતતા અને માર્ગદર્શન, મહિલાઓના અધિકારો વિષે ચર્ચા તથા ઘરેબેઠા કામગીરી દ્વારા આવક માટે ડેમો સહિતના મહત્વના મુદ્દાઓ વિષે 70 જેટલા મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથોસાથે તેઓને સ્વાવલંબી બનાવાના દ્રઢ સંકલ્પ સાથે લાઈવ ડેમો અને હેલ્થ સેમીનાર યોજવામાં આવેલ હતો તથા ડે.એન.યુ.એલ.એમ. યોજના અંતર્ગત ધરવિહોણા લોકોને આશ્રય સ્થાન ઘટક અંતર્ગત મહાનગરપાલિકાના મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે પણ ઘરવિહોણા મહિલાઓ માટે પણ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

મોરબીમાં લાઈવ ડેમોથી વ્યવસાયિક જ્ઞાન આપી 70 મહિલાઓને આર્થિક રીતે પગભર બનવા સંકલ્પ લેવડાવ્યા
મોરબીમાં લાઈવ ડેમોથી વ્યવસાયિક જ્ઞાન આપી 70 મહિલાઓને આર્થિક રીતે પગભર બનવા સંકલ્પ લેવડાવ્યા