Thursday - Jul 02, 2026

પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા ૧ માર્ચ ના રોજ મેડિકલ કેમ્પ યોજાશે.

પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા ૧ માર્ચ ના રોજ મેડિકલ કેમ્પ યોજાશે.

મોરબી: સેવા એજ ધર્મ ના સૂત્રને જીવનનું સૂત્ર માનનાર પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને શ્રી સરસ્વતી શિશુ મંદિર ટંકારા દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જે કેમ્પમાં લાભ લેવા દર્દીઓએ રજિસ્ટ્રેશન કરાવી લેવા વિનંતી કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે જેમાં મેડિકલ કેમ્પ, કેન્સર સ્ક્રીનીંગ કેમ્પ, વૃધ્ધાશ્રમ - બાલાશ્રમ સહિતના સ્થળો પર કપડા, નાસ્તો વિતરણ સહિતની સેવા આપી રહ્યા છે ત્યારે  આગામી તારીખ ૧ માર્ચ ના રોજ ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં આવેલ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર  ખાતે  મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં આવનાર દર્દીઓને દવા નિઃશુલ્ક આપવામાં આવશે જે દવાનો તમામ ખર્ચ વર્ષાબેન ભીમાણી ઉઠાવશે તો આ કેમ્પમાં હેલ્થકેર લેબોરેટરી ના રાહુલ શિયાલ દ્વારા હિમોગ્લોબિન, બ્લડ ગ્રુપ અને સુગર ના રિપોર્ટ નિશુલ્ક કરી આપવા આવશે.

આ મેડિકલ કેમ્પમાં મોરબી અને રાજકોટ ની વિવિધ નામાંકિત હોસ્પિટલના નિષ્ણાંત ડોકટરો સેવા આપશે.

પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા ૧ માર્ચ ના રોજ મેડિકલ કેમ્પ યોજાશે.

કેમ્પમાં લાભ લેવા માટે લાભાર્થી દર્દીઓએ નીચેના નંબર પર સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવવા વિનંતી કરી છે તો રજિસ્ટ્રેશન ન થઈ શકેલ લાભાર્થી દર્દીઓનું પણ નિદાન કરવામાં આવશે

રજીસ્ટ્રેશન માટે આપેલા વ્યક્તિના નંબર પર ફોન કરવો:- બેચરભાઈ ગોધાણી 7878318184,હર્ષદભાઈ દવે 
9016255345,જયેશભાઈ વીરસોડિયા 8866750690,મહેશભાઈ વિરમગામાં 9879874033,દીપકભાઈ ખત્રી 
9979000334