Friday - Apr 24, 2026

લાલપર ખાતે "સ્વસ્થ નારી સશક્ત પરિવાર" અંતર્ગત મેડિકલ કેમ્પ યોજાયો.

લાલપર ખાતે

મોરબી: ​મોરબી જિલ્લાના લાલપર ગામમાં "સ્વસ્થ નારી સશક્ત પરિવાર" અભિયાન અંતર્ગત એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સગર્ભા મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યની તપાસ અને તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.
 

લાલપર ખાતે
લાલપર ખાતે
લાલપર ખાતે

આ કેમ્પ મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શ્રીવાસ્તવ સાહેબ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. કોટડીયા સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ કાર્યક્રમની અધ્યક્ષતા ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ કરી હતી. આ પ્રસંગે પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, ઉપસરપંચ રાજુભાઈ જેતપરિયા, કેતનભાઈ, અને મેહુલભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.

​આ કેમ્પમાં, ડૉ. રાધિકાબેન વડાવીયાએ ઉપસ્થિત લોકોને સ્વસ્થ રહેવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ધારાસભ્ય અને અરવિંદભાઈએ ખાસ કરીને સગર્ભા બહેનો અને બાળકોને નિયમિત તપાસ કરાવવા અને કેમ્પનો લાભ લેવા માટે અપીલ કરી હતી, જેથી તેઓ સ્વસ્થ જીવન જીવી શકે.

​આ મેડિકલ કેમ્પને સફળ બનાવવા માટે આરોગ્યકર્મીઓ દિપકભાઈ, સીમાબેન, પાયલબેન, રસીકભાઈ, અનિલભાઈ, હાર્દિકભાઈ, અને ધ્રૃતિબેનએ ખૂબ જ મહેનત કરી હતી.