મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગાળા ગામની સીમમાં ગાળા - પાવડીયારી રોડ ઉપરથી આરોપી સિકંદર ઉર્ફે સિકલો કાસમભાઈ સંધવાણી રહે.સંધીવાસ માળીયા મિયાણા વાળાને દેશી બનાવટની જામગરી બંદૂક કિંમત રૂપિયા 2000 સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.