Friday - May 08, 2026

વાંકાનેર નજીક વાડીની ઓરડીમાંથી ૨,૦૮,૭૪૦ નો દારૂ-બિયર ઝડપાયો

વાંકાનેર નજીક વાડીની ઓરડીમાંથી ૨,૦૮,૭૪૦ નો દારૂ-બિયર ઝડપાયો

વાંકાનેરના તીથવા ગામની સીમ રાતીદેવલી જવાના રસ્તે આવેલ વાડીની ઓરડીમાં રેડ કરી એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂની ૪૬૮ બોટલ અને ૯૬ બીયર સહીત કુલ રૂ ૨.૦૮ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેરના તીથવા ગામની સીમમાં રાતીદેવલી વાળા રસ્તે આરોપી ઇલુ સંઘીની વાડીની ઓરડીમાં દારૂ અને બીયરનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં વાડીની ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૪૬૮ કીમત રૂ ૧,૯૯,૧૪૦ અને બીયર ટીન નંગ ૯૬ કીમત રૂ ૯૬૦૦ સહીત કુલ રૂ ૨,૦૮,૭૪૦ નો જથ્થો જપ્ત કર્યો હતો રેડ દરમિયાન આરોપી ઈલુભાઈ સંધી રહે રાજકોટ વાળો હાજર મળી આવ્યો ના હોય જેથી આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોધી તપાસ ચલાવી છે