Sunday - Jun 14, 2026

મોરબી જિલ્લાના મોટી સંખ્યામાં ખેડૂતોની ટ્રેક્ટર સાથે ગાંધીનગર કૂચ

મોરબી જિલ્લાના મોટી સંખ્યામાં ખેડૂતોની ટ્રેક્ટર સાથે ગાંધીનગર કૂચ

વીજ લાઈનના બદલામાં યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો રણટંકાર

મોરબી : મોરબી જિલ્લામાં ખાનગી કંપનીની હેવી વીજ લાઈન નાખવાની કામગીરીને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે. જમીનમાં ઊભા પાક અને જમીનના નુકસાન સામે યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોએ હવે સરકાર સામે મોરચો માંડ્યો છે અને ગાંધીનગર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો નિર્ણય લીધો છે.

મોરબી જિલ્લાના મોટી સંખ્યામાં ખેડૂતોની ટ્રેક્ટર સાથે ગાંધીનગર કૂચ

મોરબી જિલ્લાના અનેક અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના ટ્રેક્ટર લઈને ગાંધીનગર જવા રવાના થયા છે. ખેડૂતોનો સ્પષ્ટ આક્ષેપ છે કે કંપની દ્વારા તેમની જમીન પર કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ તેમને પૂરતું અને યોગ્ય વળતર આપવામાં આવતું નથી. આ અન્યાયના વિરોધમાં ખેડૂતોએ ટ્રેક્ટર કૂચ શરૂ કરી છે. પોતાના હકો માટે લડી રહેલા આ ખેડૂતો ગાંધીનગરમાં પહોંચીને ત્યાં ધામા નાખશે અને જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી ઉગ્ર વિરોધ નોંધાવશે તેવું જાણવા મળ્યું છે.

મોરબી જિલ્લાના મોટી સંખ્યામાં ખેડૂતોની ટ્રેક્ટર સાથે ગાંધીનગર કૂચ