મોરબી : મોરબી - કંડલા હાઇવે પર માળીયા મિયાણા તાલુકાના હરિપર રેલવે ઓવર બ્રિજ પાસે બંધ પડેલ ડમ્પરને અન્ય ડમ્પર ચાલકે ઠાઠું મારી ચાલુ કરવા જતા બન્ને ડમ્પર વચ્ચે આવી ગયેલા સંજય ભૈયારામ કશ્યપ ઉ.વ.46 રહે.હરિયાણા વાળાનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે બેદરકારી દાખવી ફૂલ સ્પીડના ડમ્પર રિવર્સમાં ચલાવી અકસ્માત સર્જનાર ડમ્પર નંબર એચઆર - 69 - ઇ - 8680ના ચાલક વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.