મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા યુવાનની પ્રેમિકાનો એક શખ્સ પીછો કરતો હોવાથી પીછો કરવાની ના પાડતા બે શખ્સોએ આ યુવાનને માર મારી છરીનો ઘા ઝીકી દીધાની સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા ફરિયાદી રેહાન આરીફભાઈ અજમેરી નામના યુવાનને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોય પણ આરોપી મહેમુદ અબ્દુલ ઘાંચી નામનો શખ્સ એ યુવતીનો પીછો કરતો હોય ફરિયાદી રેહાને પોતાની પ્રેમિકાનો પીછો નહિ કરવા સમજાવ્યું હતું. તેમ છતાં ગત તા.27ના રોજ રાત્રે ફરિયાદી રેહાન સિપાઈવાસમાં તેના મિત્ર સાથે બેઠો હતો ત્યારે આરોપી મહેમુદ અબ્દુલભાઈ ઘાંચી અને ધવલ રાવલ નામના બે શખ્સ બાઇકમાં આવ્યા હતા અને રેહાન સાથે ઝઘડો કરી છરીનો ઘા ઝીકી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.