Friday - Jun 12, 2026

હળવદના જુના ધનાળા નજીક દારૂ સાથે એક ઝબ્બે

હળવદના જુના ધનાળા નજીક દારૂ સાથે એક ઝબ્બે

હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જુના ધનાળા ગામ જવાના રસ્તે રેલવે ફાટક પાસેથી પસાર થતા જયુપીટર ચાલકને અટકાવી તલાશી લેતા દેશી - વિદેશી દારૂનો જથ્થો મળી આવતા આરોપીને 36,015મા મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જુના ધનાળા ગામ જવાના રસ્તે રેલવે ફાટક પાસેથી પસાર થતા જીજે - 36 - એક્યુ - 0862 નંબરના જયુપીટર ચાલક આરોપી અક્ષય દિનેશભાઇ ડાભી રહે.મયુરનગર (વાટાવદર) વાળાને અટકાવી તલાશી લેતા મોટર સાયકલમાંથી 21 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 4200 તેમજ 5 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ.1815 મળી આવતા 30 હજારનું જયુપીટર કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.