Saturday - Jul 04, 2026

વાંકાનેરમા અગાભી પીપળીયા ગામે વાડીમાં છુપાવેલા દારૂ સાથે એક ઝબ્બે

વાંકાનેરમા અગાભી પીપળીયા ગામે વાડીમાં છુપાવેલા દારૂ સાથે એક ઝબ્બે

વાંકાનેર : વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામની સીમમાં વાડીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી દારૂનું વેચાણ થતું હોવાની બતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી વાડી માલિકને 64 બોટલ દારૂ સાથે ઝડપી લઈ અન્ય બે શખ્સોના નામ પણ ખોલાવ્યા હતા.

વાંકાનેર તાલુકા પોલીસે અગાભી પીપળીયા ગામની સીમમાં આરોપી ઓમદેવસિંહ ઉર્ફે ઉપાભાઈ ગણપતસિંહ જાડેજા રહે.અગાભી પીપળીયા વાળાની વાડીમાં દરોડો પાડી વિદેશી દારૂની 64 બોટલ કિંમત રૂપિયા 83,200નો જથ્થો કબજે કર્યો હતો.આરોપીની પૂછપરછમાં વિદેશી દારૂના ધંધામાં આરોપી પ્રકાશ રાજેશભાઇ ઉકેડીયા અને આરોપી પરવેઝ અસરફભાઈ કાદરી રહે.બન્ને અગાભી પીપળીયા વાળાની સંડોવણી કબુલતા પોલીસે ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.