Monday - Apr 20, 2026

મોરબીમાં ઘર, બે પુત્રીઓની જવાબદારી કરતા પણ શિક્ષિત મહિલાનું સમાજ સેવામાં જીવન સમર્પિત

મોરબીમાં ઘર, બે પુત્રીઓની જવાબદારી કરતા પણ શિક્ષિત મહિલાનું સમાજ સેવામાં જીવન સમર્પિત

બીજાનું ભલું કરીને તેમના ચહેરા પર મુસ્કાન લાવવામાં મળતો સ્વર્ગીય આનંદ

(રવિ બરાસરા ) : મોરબીની એક સામાન્ય ગૃહિણી સેલિબ્રિટી કે કોઈ હસ્તી ન હોવા છતાં પણ તેમના પરોપકારી કાર્યોને કારણે તમામ સંસ્થાઓ અને સમગ્ર નારી જાતિ કરતા અલગ ઓળખ અને મુઠી ઉંચેરું વ્યક્તિત્વ ધરાવે છે. આ સામાન્ય ગૃહિણીનું નામ સાધનાબેન જગદીશભાઈ ઘોડાસરા છે. તેઓ ગેજ્યુએટ અને તેમના પતિ ઉધોગ ધંધામાં સારું કમાતા હોય ખાધેપીધે એકદમ સુખી સંપન્ન પરિવારના છે.  પરિવારમાં સસરા અને બે પુત્રીઓ હાલ સારું એવું શિક્ષણ મેળવી રહી છે. જો કે ઘરની તમામ જવાબદારી પુરી નિષ્ઠાથી નિભાવે છે. અન્ય શ્રીમંત મહિલાઓની જેમ ઘરમાં તમામ વૈભવી સુખ સગવડો હોય એટલે એશોઆરામની જિંદગી આરામથી ગુજારી શકે છે. પણ તેમનું અંતર મન હમેશા જે ખુશીઓથી વંચિત હોય એવા બીજા લોકોનું ભલું કરવામાં જ રચ્યું.પચ્યું રહે છે  તેઓ દ્રઢપણે માને છે કે સમાજનો મોટો સમૂહ જે કોઈને કોઈ અભાવોથી પીડિત છે અને એમને મદદ કરવા માટે ઈશ્વરે આપણને લાયક બનાવ્યા છે. તો આપણે આવા લોકોનું ભલું કરવામાં નિમિત્ત કેમ ન બનીએ ? તેઓએ અનેક ગરીબ બાળકોની શિક્ષણ ફી, જરૂરિયાત મંદ દર્દીઓની મોંઘીમાં મોંઘી હોસ્પિટલમાં સઘન સારવારનો ખર્ચ,ઘર વિહોણા ગરીબોને સ્વપ્નાનું ઘર બનાવવામાં તમામ સહયોગ પૂરો પાંડવો જેવી અનેકવિધ સેવપ્રવૃત્તિઓ કરે છે. આ રીતે જ્યારે જ્યારે એક હાથે દાન આપી પણ બીજા હાથને ખબર ન પડે એ રીતે બીજા લોકોનું ભૂલું કર્યું ત્યારે તેમના અંતર મનમાં સ્વીર્ગીય સુખ પામ્યાનો આનંદ મળ્યો છે. તેઓને નાનપણથી માતાપિતા તરફથી બીજાને મદદરુપ થવાનો સદગુણ વારસામાં મળ્યો છે. તેઓ અગાઉ માતાપિતા સાથે રહી સમાજ સેવા કરત બાદ લગ્ન કર્યા પછી સદભાવયે સાસરું પણ પરોપકાર કાર્યો કરનારું જ મળ્યું છે. આથી અડધી રાત્રે તેમને કોઈની મદદ કરવા જવાની જરૂર પડે તો પતિ હમેશા સાથે જ રહી પૂરતો સહયોગ આપે છે.

મોરબીમાં ઘર, બે પુત્રીઓની જવાબદારી કરતા પણ શિક્ષિત મહિલાનું સમાજ સેવામાં જીવન સમર્પિત

કોઈને મદદ કરવાની અંતર મનથી ઈચ્છા હોય તો એક ટુકડો રોટલીથી પણ મદદ થઈ શકે

સાધનાબેન ઘોડાસરા કહે છે કે, તેઓએ ઘણી બધી નારીઓ એવી ફરિયાદ કરતા સાંભળી છે કે એક નારી આખરે કેટ કેટલા મોરચે લડી શકે ? લગ્ન પહેલા શિક્ષણ, કેરિયર બનાવવી, ઘરની પણ જવાબદારી તેમજ લગ્ન પછી વર્કિંગ વુમનને, સંતાનો ઉછેર, સાસુ સસરા પતિની દેખભાળ, પરિવારિક સંબંધો, પ્રસંગોમાં જવાનું જેવા ઘણા કાર્યો માટે નારીને ફુરસદ મળતી નથી કે ખુદનો પણ રોલ નિભાવી શકે. તો બીજાનું ભલું ક્યાંથી કરી શકે. એની સામે તેઓ કહે છે કે,જહાં ચાહ હે વહા રાહ હે મતલબ કોઈને મદદ કરવાની અંતર મનથી ઈચ્છા હોય તો એક ટુકડો રોટલીમાંથી પણ મદદ કરી શકાય છે. તેઓની સામે પણ આવી બધી પરિસ્થિતિનો પડકાર આવ્યો હતો એની સામે અડીખમ ઉભા રહી સેવાકાર્ય કરતા રહ્યા અને લાયોનેશ કલબ, મુસ્કાન વેલ્ફર સોસાયટી, ઉમા સેવા સંસ્થા અને સીદસર મંદિર સેવા ગ્રુપ સાથે જોડાઈને સેવા પુરી પાડી રહ્યા છે. ઉપરાંત પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ બનાવીને અનોખી રીતે જ સેવાની જ્યોત જલાવી રહ્યા છે.

અનેકવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ

મોરબીમાં ઘર, બે પુત્રીઓની જવાબદારી કરતા પણ શિક્ષિત મહિલાનું સમાજ સેવામાં જીવન સમર્પિત

સાધનાબેનના સેવાકીય કાર્યમાં ગરીબ બાળકોના અભ્યાસ માટે ફિ ભરવી, ગરીબ દર્દીઓને હોસ્પિટલ માટે આર્થિક સહાય પૂરી પાડવી, ઘર વિહોણા મનાવીને ઘર બનાવવા આર્થિક સહાય અર્પણ કરવી, ટંકારાના બંગાવડી ખાતે વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજનની સેવા પુરી પાડવી, મોરબી અને ટંકારા વિસ્તારમાં મેડિકલ કેમ્પ, કેન્સર નિદાન કેમ્પ સહિતના દર્દીઓ મા ટેવિનામૂલ્યે કેમ્પ કરીને દવા પણ નીશુલ્ક આપવામાં આવે છે. તો જન્મદિવસ નિમિતે ખોટા ખર્ચ કરવાને બદલે વૃધ્ધાશ્રમ અને અનાથાશ્ર માં બાળકો અને વૃધ્ધોને કપડાં, રમકડા અને ભોજન કરાવીને પ્રેરણાદાયી ઉજવણી કરે છે. મોરબીના રેન બસેરા ખાતે રહેતા નિરાશ્રિતોની સહાયતા માટે કપડાં અને રાશન કીટ અર્પણ કરી અને તેના પતિ જગદીશભાઈ દ્વારા આશ્રમમાં આર્થિક અને રાશનકીટ સહિતની સહાય તેમજ ફ્રી ટિફિન સેવા ચાલતી હોય ત્યાં પણ રાશન અને તેલના ડબ્બા સહિતની સહાય આપી રહ્યા છે.