Monday - Apr 20, 2026

મોરબીના રવાપર-ધુનડા રોડ પરની સોસાયટીના મીટર બોક્સમાં આગ ભભૂકી

મોરબીના રવાપર-ધુનડા રોડ પરની સોસાયટીના મીટર બોક્સમાં આગ ભભૂકી

મોરબી : મોરબીના રવાપર-ધુનડા રોડ પર આવેલી લોટ્સ 158 સોસાયટીના A 3 એપાર્ટમેન્ટના મીટર બોક્સમાં અચાનક આગ ભભૂકી ઉઠી હોવાની ઘટના સામે આવી હતી. જો કે આસપાસ તમામ રહેણાંક વિસ્તાર જ હોય અને મીટર બોક્સમાં લાગેલી આગથી સતત લબકારા અને સ્પાર્ક થતા હોવાના કારણે આગ વધુ ફેલાય તેવી ભીતિને કારણે સ્થાનિક લોકોમાં ફફડાટ મચી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક આગેવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર બીગ્રેડે વિભાગે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ દર્શાવ્યું છે.