મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલ ઉમા રેસિડન્સીમાં ભયાનક બ્લાસ્ટ થતા ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયા છે અને અચાનક ભેદી ધડાકાએ થતા ચાર જેટલા મકાનોમાં છત તોડીને ભારે નુકશાન કર્યું હોવાનું જાણવા મળે છે.
મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલ ઉમા રેસિડન્સીના પ્રથમ માળે આજે સવારે ભયાનક બ્લાસ્ટ થયો છે. આ ભયાનક બ્લાસ્ટથી આસપાસના ચાર જેટલા મકાનોની છત તોડી નાખી હતી અને ચારેય મકાનોમાં ઘરની તમામ સામગ્રી વેર વિખેર કરી નાખી હતી. આ બ્લાસ્ટમાં ત્રણ વ્યક્તિ ઘાયલ થયા હોવાનો અહેવાલ મળે છે.આ બ્લાસ્ટથી આખી બિલ્ડીંગમાં રહેતા લોકોમાં ગભરાહટ મચી ગઇ છે. સવારે 9-30 વાગ્યાની આસપાસ આ ભેદી ધડાકાથી બીલડીગના તમામ લોકો બહાર દોડી આવ્યા હતા.
દલવાડી સર્કલ નજીક આવેલ ઉમા-2 રેસિડેન્સીમાં રહેતા દેવાયતભાઈ ગરચરના ઘરમાં બ્લાસ્ટ થતા ત્રણ લોકોને ઇજા થઈ જેમાં દેવયતભાઈ ગરચાર, ક્રિશા અને કાનજીભાઈ ગરચરને ગંભીર ઇજાઓ થતા પ્રથમ મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડાયા છે.જ્યારે મકાનમાં રહેલ ગેસ ગીઝર ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે.