Saturday - Sep 26, 2026

વંદે માતરમના 150વર્ષ નિમિત્તે વિશ્વ રેકોર્ડના સંકલ્પ સાથે ઘૂંટુ ખાતે ઐતિહાસિક સમૂહગાન યોજાયું.

વંદે માતરમના 150વર્ષ નિમિત્તે વિશ્વ રેકોર્ડના સંકલ્પ સાથે ઘૂંટુ ખાતે ઐતિહાસિક સમૂહગાન યોજાયું.

વિશ્વ રેકોર્ડના સંકલ્પ સાથે એકસાથે વંદે માતરમના ગુંજ્યા સ્વર

મોરબી: મોરબી જિલ્લાના ઘૂંટુ ગામે આજે 25 તારીખના રોજ રાષ્ટ્રગૌરવ અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતા ‘વંદે માતરમ’ ગીતના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં એક જ સમયે લગભગ એક કરોડ લોકો દ્વારા ‘વંદે માતરમ’ના સમૂહગાન દ્વારા વિશ્વ રેકોર્ડ સર્જવાના અભિયાનમાં ઘૂંટુ ગામ પણ ઉત્સાહભેર સહભાગી બન્યું હતું.

આ અંતર્ગત વિદ્યા ભારતી દ્વારા આયોજિત શિશુવાટિકા, ઘૂંટુ દ્વારા ઘૂંટુ પ્લોટ પ્રાથમિક શાળા, નવોદય વિદ્યાલય તથા નવસર્જન વિદ્યાલયના સહયોગથી સી. એન. પટેલ વિદ્યાલય, ઘૂંટુ ખાતે આ ઐતિહાસિક ક્ષણોના ભાગીદાર બનવાનો કાર્યક્રમ યોજાયો હતો.

વંદે માતરમના 150વર્ષ નિમિત્તે વિશ્વ રેકોર્ડના સંકલ્પ સાથે ઘૂંટુ ખાતે ઐતિહાસિક સમૂહગાન યોજાયું.

કાર્યક્રમમાં બરાબર સવારે 11:00 કલાકે ઉપસ્થિત સૌએ એકસાથે ‘વંદે માતરમ’નું ગાન કરી વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું. એકસાથે ગુંજેલા ‘વંદે માતરમ’ના સ્વરોથી સમગ્ર પરિસર રાષ્ટ્રભાવનાથી તરબતર બની ગયું હતું.

ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા મિલનભાઈ પૈડાએ ‘વંદે માતરમ’ ગીતની રચનાની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેની પ્રેરણાદાયી ભૂમિકા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘વંદે માતરમ’ના નારાએ સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં દેશવાસીઓમાં માતૃભૂમિ માટે સર્વસ્વ અર્પણ કરવાની ભાવના અને રાષ્ટ્રપ્રેમનું અદમ્ય વાતાવરણ ઊભું કર્યું હતું. સાથે જ આજના સમયમાં માતૃભૂમિ પ્રત્યેની આપણી જવાબદારી અને રાષ્ટ્રનિર્માણમાં નાગરિક તરીકેની ભૂમિકા અંગે પણ તેમણે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે યજમાન વિદ્યાલયના આચાર્ય તેમજ વિવિધ શાળાઓના શિક્ષકોએ પણ પોતાના મનોગત વ્યક્ત કરી ‘વંદે માતરમ’ના રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક મહત્ત્વને ઉજાગર કર્યું હતું.

કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યા ભારતી અંતર્ગત ઘૂંટુ ગામે શિશુવાટિકા સંચાલક  ઇલાબેન પાંચોટીયા તથા તેમનો સમર્પિત સ્ટાફ  માયાબેન ગોર, ચેતનાબેન સંઘાણી, પ્રિયાબેન પરમાર, રાધાબેન વસીયાણી આ કાર્યક્રમને સફળ બનાવવા સહભાગી થયેલ હતા. શાળાઓ, શિક્ષકો,ગ્રામજનો અને વિદ્યાર્થીઓના સહકારથી યોજાયેલ આ કાર્યક્રમ સૌ માટે દેશભક્તિ, એકતા અને રાષ્ટ્રભાવનાની અવિસ્મરણીય ક્ષણ બની રહ્યો હતો.