Tuesday - May 05, 2026

મોરબીમાં વાત્સલ્ય એજ્યુકેસન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 25 નવદંપતિઓનો સમુહ લગ્નોત્સવ યોજાયો

મોરબીમાં વાત્સલ્ય એજ્યુકેસન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 25 નવદંપતિઓનો સમુહ લગ્નોત્સવ યોજાયો

મોરબીના શક્ત શનાળા ખાતે આવેલી ઝાલા રાજપૂત ક્ષત્રિય સમાજની વાડી ખાતે આજે 25 નવદંપતિઓનો સમુહ લગ્નોત્સવ યોજાયો હતો. મોરબીના શક્ત શનાળા ખાતે વાત્સલ્ય એજ્યુકેસન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ - મોરબી અને દ્વારા સર્વ જ્ઞાતિય 9માં સમૂહ લગ્નોત્સવમાં 25 નવદંપતિઓનો પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.

મોરબીમાં વાત્સલ્ય એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ, શ્રેષ્ઠીઓનાં  સયુંકત ઉપક્રમે સાતમા સમૂહ લગ્ન શનાળા ગામ ખાતે ક્ષત્રિય વાડી ખાતે યોજાયો હતો. આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમા સર્વે  સમાજના શ્રેષ્ઠીઓ, સંતો ,મહંતોની નિશ્રામાં 25 નવદંપતીઓએ આશીર્વાદના મેળવી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આયોજકો દ્વારા 75 જેટલી જીવન જરૂરી ચીજ વસ્તુઓ સાથે કરિયાવર  ભેટ આપી નવદંપતીને તેઓનું  દામ્પત્ય જીવન સાફલ્યમય બને તેવી શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા નવ વર્ષ થી આ પ્રકારે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું પ્રેરક આયોજન કરવામાં આવે છે. તેમજ આ વર્ષે નવમા સમૂહ લગ્ન ધામ ધુમ પૂર્વક યોજાયેલ હતા તેમ વાત્સલ્ય એજ્યુકેસન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ પારીઆએ જણાવ્યું હતું