Saturday - Jul 04, 2026

વાંકાનેરમાં રવિવારે સમૂહ વિદ્યારંભ સંસ્કાર યોજાશે.

વાંકાનેરમાં રવિવારે સમૂહ વિદ્યારંભ સંસ્કાર યોજાશે.

વાંકાનેરના ગાયત્રી શક્તિપીઠ ખાતે તા. 4/6/2023ને રવિવારના* રોજ સવારે 9 થી 10:30 કલાક સુધીમાં સમૂહ વિદ્યારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ સત્ર શરૂ થતું હોય અને પોતાના બાળકને ભણવા બેસાડતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓને માતા સરસ્વતી પૂજા તથા વિદ્યારંભની વિધિ કરાવવામાં આવશે. અને ગાયત્રી પરિવાર મુજબ વિધિ સંપન્ન થશે તો દરેકને પોતાના બાળકોને આ સંસ્કાર માટે શક્તિ પીઠ ઉપર સમયસર લાવવા ભાવભર્યું આમંત્રણ છે. માતા-પિતા અને બાળકે હાજર રહેવાનું રહેશે. પૂજાપો ગાયત્રી શક્તિ પીઠ પરથી આપવામાં આવશે.જે આ વિધિમા આવના હોય તે પોતાનું રજિસ્ટ્રેશન 9265066096 / 9825120978 નંબર પર કરાવી શકશે.