મોરબી:- મોરબીના ઊંચી માંડલ ગામે આવેલા બાલા હનુમાનજી મંદિરની ૧૦મી પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તારીખ ૨૧/૦૩/૨૦૨૫ શુક્રવારના રોજ ભવ્ય લોક ડાયરાનું આયોજન બજરંગ ગૌસેવા મંડળ દ્વારા કરવામાં આવ્યું છે, આ લોક ડાયરામાં ભજનીક હર્ષદ પટેલ ભજનીક અશ્વિન પટેલ અને ભજનીક જયદીપ ભટ્ટી સાથે સાજીદામા કશ્યપ અગ્રાવત રાજદીપ ડોડીયા મેહુલ મકવાણા અને મેહુલ ગજ્જર ઉર્મિલા સાઉન્ડના સથવારે ભજનની રમઝટ બોલાવશે. તો સૌ ધર્મપ્રેમી જનતાને આ લોક ડાયરામાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે