મોરબી:- મોરબીના ખાનપર ગામે સ્વર્ગવાસ શાંતાબેન (ચંપાબેન) ગંગારામભાઈ ભીમાણીના શ્રદ્ધાંજલિ કાર્યક્રમના અનુસંધાને ભવ્ય લોક ડાયરાનું આયોજન ખાનપરના ગોમટેશ્વર મહાદેવ મંદિરે આગામી તારીખ 12/2/2025 બુધવારના રોજ રાત્રે 9:00 કલાકે કરવામાં આવ્યું છે, આ લોક ડાયરામાં ભજનીક નિલેશ ગઢવી અને હાસ્ય કલાકાર હિતેશ અંટાળા પોતાના ભજનથી અને હાસ્યની ડાહી વાતો થી ભક્તોને ડોલાવશે. આ ભવ્ય લોકડાયરામાં ભીમાણી પરિવાર વતી સમસ્ત મોરબી જિલ્લાની ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.