મોરબી : મોરબી શહેરના માળીયા ફાટક બ્રિજ નીચે ગત તા.3 ડિસેમ્બરના રોજ એક્ટિવા લઈને પસાર થતા પૂજબેન સુનિલભાઈ આચાર્ય નામની યુવતીના એક્ટિવાની હડફેટે લઈ જીજે -12 - બીએક્સ - 7611 નંબરના કન્ટેનર ટ્રક ચાલકે પોતાનો ટ્રક એક્ટિવા પર ચડાવી દેતા પૂજાબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ કન્ટેનર ટ્રક ચાલક વાહન રેઢું મૂકી નાસી ગયો હતો. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે પૂજાબેન આચાર્ય રહે.રામકો વિલેજ વાળાની ફરિયાદના આધારે ગુન્હો રજીસ્ટર કર્યો છે.