મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે ગુરૂદેવ વાલગીરીબાપુ (ગુરૂ મુંડીયા સ્વામિ)ના સ્મરણાર્થે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે. અત્યાર સુધીના ૩૫ કેમ્પમા કુલ ૧૦૬૯૭ લોકોએ લાભ લીધો છે. તેમજ ૪૮૨૨ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા છે.
આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ છે. જે અંતર્ગત તા.૪-૯-૨૦૨૪ બુધવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન ગુરૂદેવ વાલગીરીભાપુ (ગુરૂ મુંડીયા સ્વામી)ના સ્મરણાર્થે (હ.નાથાભાઈ,દેવાભાઈ,ઘનશ્યામભાઈ) દ્વારા વિનામુલ્યે કેમ્પ યોજાશે.જેમા રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે. જ્યારે ગત ૩૫ માસ દરમિયાન યોજાયેલ કેમ્પમા કુલ ૧૦૬૯૭ લોકોએ લાભ લીધો હતો તેમજ ૪૮૨૨ લોકોના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.