Thursday - Jun 11, 2026

મોરબીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસના પૂર્વ કર્મચારીએ માલિકની પત્ની ઉપર નજર બગાડી

મોરબીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસના પૂર્વ કર્મચારીએ માલિકની પત્ની ઉપર નજર બગાડી

 મોરબીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં નોકરી કરતા કર્મચારીએ માલિકના ઘરસંસારમાં આગ ચાંપી હોવાનું માલુમ પડતા માલિકે તેને નોકરીમાંથી કાઢી મુક્તા લાજવાને બદલે ગાજીને આ પૂર્વ કર્મચારીએ તેના બે સાગરીતો સાથે મળી
મારે તમારા પત્ની સાથે આડાસંબંધ છે તું વચ્ચે આવતો નહિ કહી ટ્રાન્સપોર્ટરને આંતરી લોખંડની ટોમી વડે હુમલો કરતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના લાતીપ્લોટ પાછળ આવેલ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટની ઓફીસ ધરાવતા ટ્રાન્સપોર્ટરે આરોપી વનરાજ હૂંબલ, હુસેન અને જગા નામના શખ્સ વિરુદ્ધ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી વનરાજ અગાઉ તેમની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં કામ કરતો હતો તે સમયે તેમના ઘરે ઓફિસના કામ સબબ ઘરે જતો હોવાથી ફરિયાદીના પત્ની ઉપર નજર બગાડી શેઠને દગો દીધો હોવાનું માલુમ પડતા શેઠે આવી હલકી માનસિકતા ધરાવતા કર્મચારીને નોકરીમાંથી કાઢી મુક્યો હતો. આરોપી વનરાજ ભડકી ઉઠતા તેની પોતાની અલગ ઓફીસ શરૂ કરી અને ગઈકાલે તક મળતા ફરિયાદી અને તેમનો પુત્ર અને ડ્રાઇવર ગાડી લઈને પસાર થતા હતા ત્યારે પંચાસર રોડ ઉપર કારને આંતરી આરોપી વનરાજે ગાડી ઉભી રખાવી તેમને કહ્યું હતું કે, મારે તામારા પત્ની સાથે આડા સંબંધ છે તું વચ્ચે આવતો નહિ કહી હુસેન અને જગા નામના શખ્સ સાથે મળી લોખંડની ટોમી વડે હુમલો કરી ઇજાઓ કરી હતી.