Friday - Oct 09, 2026

લાલપર સર્વિસ રોડ પાસે કચરાના ઢગલામાં આગ ભભુકી.

લાલપર સર્વિસ રોડ પાસે કચરાના ઢગલામાં આગ ભભુકી.

મોરબી : મોરબીના લાલપર પાસે હાઇવે ઉપર સર્વિસ રોડ નજીક કચરાના ઢગલામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. અહીં ધુમાડાના ગોટેગોટા વળ્યાં હોય, વાહનચાલકોને અહીંથી પસાર થવામાં ભારે પરેશાની થઈ રહી હતી. આ મામલે જાણ થતાં ફાયરની ટીમે ઘટના સ્થળે દોડી જઇ આગ પર પાણીનો મારો ચલાવી આગને ઓલાવી હતી.