Saturday - May 16, 2026

મોરબીના ભરતનગર નજીક પાર્ટીકલ બોર્ડના કારખાનામાં આગ ભભૂકી

મોરબીના ભરતનગર નજીક પાર્ટીકલ બોર્ડના કારખાનામાં આગ ભભૂકી

ફાયર બીગ્રેડે સમયસર આગ ઉપર કાબુ મેળવી લેતા મોટી દુર્ઘટના સ્હેજમાં ટળી

મોરબી : મોરબી નજીક ભરતનગર પાસે આવેલા પાર્ટીકલ બોર્ડના કારખાનામાં અચાનક કોઈ કારણોસર આગ ભડકી ઉઠી હતી. આ બનાવની જાણ થતાં મોરબીથી ફાયર બીગ્રેડ સ્ટાફ તુરંત દોડી ગયો હતો. પણ આગ વધુ હોવાથી હળવદ ફાયર ટીમને પણ બોલાવી બન્ને ટીમોએ સંયુક્તપણે ભારે જહેમતના અંતે સતત પાણીનો મારો ચલાવી સમયસર આગ ઉપર કાબુ મેળવી લેતા મોટી દુર્ઘટના સ્હેજમાં ટળી હતી.

મોરબીના ભરતનગર નજીક પાર્ટીકલ બોર્ડના કારખાનામાં આગ ભભૂકી

ફાયર બીગ્રેડ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ભરતનગર ITI પાસે આવેલા એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ નામના કારખાનામાં કોઈ કારણોસર આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી કરી હતી. પરંતુ આગ કારખાનામાં વધુને વધુ ફેલાતી હોવાથી એકલા હાથે આગને કાબુ લેવા મુશ્કેલ જણાતા મદદ માટે હળવદ ફાયર ટીમને પણ બોલાવવામાં આવી હતી. મોરબી અને હળવદ બંને ફાયર ટીમોએ સંયુક્ત રીતે ભારે જહેમત ઉઠાવી સતત પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેતા આ આગની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની કે ઈજા થઈ નથી.