Monday - May 11, 2026

ટંકારાના મિતાણા નજીક જીનમાં ભીષણ આગ ભભૂકી

ટંકારાના મિતાણા નજીક જીનમાં ભીષણ આગ ભભૂકી

મોરબી : મિતાણા નજીક એક જીનમાં બપોરના સમયે આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ આગ વિકરાળ હોવાથી મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે.

ટંકારાના મિતાણા નજીક જીનમાં ભીષણ આગ ભભૂકી

ટંકારાના મિતાણા ગામથી વાંકાનેર જતા રોડ ઉપર આજે બપોરના સમયે ઇન્ડિયન કોટન ઈન્ડસ્ટ્રીઝ નામના જીનમાં  કોઈ કારણોસર આગ લાગી હતી.આગ ભીષણ અને ભયાનક હોવાથી આ આગને મેજર કોલ જાહેર કરવામાં આવી છે. મોરબીથી એક અને રાજકોટથી ત્રણ ફાયર બ્રિગેડની ટિમો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી રહી છે. આ આગને કાબુમાં આવતા કેટલો સમય થશે તે અંગે હજુ કોઈ વિગત સામે આવી નથી.

ટંકારાના મિતાણા નજીક જીનમાં ભીષણ આગ ભભૂકી