મોરબી : મોરબીના રવાપર ગામ પાસે ઘુનડા જવાના રસ્તે એક ખેતરમાં મગફળીના ફોતરાના ઢગલામાં કોઈ કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ આગની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ વિભાગની ટીમે તુરંત ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.આથી સદનસીબે કોઈ જાનહાની ન થઈ હોવાના અહેવાલ મળે છે.