Saturday - May 02, 2026

મોરબીના ભોજાણી પરિવારના પુત્રના જન્મદિવસની અનોખી ઉજવણી

મોરબીના ભોજાણી પરિવારના પુત્રના જન્મદિવસની અનોખી ઉજવણી

મોરબી:- મુળ ગામ બહાદુરગઢ ના વતની હાલ મોરબીમાં રહેતા ભોજાણી પરીવાર દ્વારા તેમના પુત્ર યુગના જન્મદિવસની પ્રેરણાદાયક અને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. 

મોરબીના ભોજાણી પરિવારના પુત્રના જન્મદિવસની અનોખી ઉજવણી

મોરબીમાં રહેતા શૈલેષભાઈ શિવાભાઈ ભોજાણી ના પુત્ર યુગના જન્મદિવસ ની ઉજવણી રૂપે કિડીયારૂ પુરીને એક અનોખી રીતે અબોલ જીવોની સેવા ની ઉજવણી કરવામાં આવી હતી. 
 
મોરબીના ભોજાણી પરિવારના પુત્રના જન્મદિવસની અનોખી ઉજવણી

યુગ ના પપ્પા શૈલેષભાઈ અને યુગ મમ્મી હીનાબેન દ્વારા 51 નાળિયેરમાં કિડિયારૂ ભરીને અલગ અલગ 51 જગ્યાએ જંગલમાં બોરડીના ઝુંડમાં જમીનમાં ખાડો ખોદીને દાટી અને બાવળ અને બોરડી ના ઝુંડમાં મૂક્યા જેથી 51000 જેટલા નાના જીવો ને ખોરાક મળતો રહે અને આ કિડિયારૂ નો ખરો લાભ એ કીડીઓને મળતો રહે.... એમનું કહેવું છે કે બધાએ હવે જન્મદિવસની આ જ રીતની ઉજવણી કરવી જોઈએ જેથી આપણી સંસ્કૃતિના મૂલ્યો જળવાતા રહે અને અબોલ જીવોનું જીવન પણ જળવાતું રહે.

મોરબીના ભોજાણી પરિવારના પુત્રના જન્મદિવસની અનોખી ઉજવણી