મોરબી : મોરબી શહેરની મહેન્દ્રનગર ચોકડી પાસે ત્રણ દિવસ પૂર્વે સાંજના સમયે રસ્તો ઓળંગી રહેલા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની ખેતશ્રમિકને બોલેરો ગાડીના ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું.
મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની અને હાલમાં માળીયા મિયાણા તાલુકાના વેજલપર ગામની સીમમાં ઠાકરશીભાઈ વિઠ્ઠલભાઇ બોરીયાની વાડીએ રહી ખેત મજૂરી કરતા બિલામસિંહ બામનીયા ગત તા.3 જાન્યુઆરીના રોજ સાંજના સમયે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે જીજે - 03 - બીઝેડ -7936 નંબરના બોલેરો વાહન ચાલકે બિલામસિંહને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના બનાવ અંગે મૃતકના પત્ની સુમાબેન બિલામસિંહ બામનીયાએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.