Wednesday - Jun 10, 2026

મોરબીના રાજપર કુંતાસી ગામે કૂવામાં પડી જતા ખેતમજૂરનું મોત

મોરબીના રાજપર કુંતાસી ગામે કૂવામાં પડી જતા ખેતમજૂરનું મોત

મોરબી : મોરબી તાલુકાના રાજપર કુંતાસી ગામે દાહોદથી ખેત મજૂરી કરવા આવેલ અનિલભાઈ રમેશભાઈ કામોળ ઉ.વ.27 નામના યુવકને માનસિક બીમારી હોય ગઈકાલે અચાનક ખેતરમાં ભાગવા લાગતા અરવિંદભાઈ નરસીભાઈ મેંદપરાની વાડીમાં આવેલ કૂવામાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.