Tuesday - May 05, 2026

મોરબીમાં ૧૦ થી ૧૮ ઓગસ્ટ સુધી મહિલા કારીગરોની વસ્તુઓના વેચાણ માટે મેળો યોજાશે

મોરબીમાં ૧૦ થી ૧૮ ઓગસ્ટ સુધી મહિલા કારીગરોની વસ્તુઓના વેચાણ માટે મેળો યોજાશે

મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર હસ્તકના ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. દ્વારા તા.૧૦ ઓગસ્ટ થી તા. ૧૮ ઓગસ્ટ સુધી એલ.ઇ.કોલેજ ગ્રાઉન્ડ, મોરબી ખાતે મહિલા કારીગરો દ્વારા વિવિધ ચીજ-વસ્તુઓનું વેચાણ અંગેના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને આવતી કાલે તા.૧૦/૦૮/૨૦૨૪ રોજ સાંજે ૪ કલાકે મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતીભાઈ અમૃતિયાના હસ્તે તથા જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની પ્રેરક ઉપસ્થિતિમાં મેળાનું ઉદઘાટન કરી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવનાર છે. જેથી મહિલા કારીગરોના ઉત્સાહ વધારવા માટે મોરબી જિલ્લાના લોકોને આ મેળાનો લાભ લેવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા અનુરોધ કરાયો છે