મોરબી : મોરબીની ડો. આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં મોરબી એસ.ઓ.જી. પોલીસ તથા સમાજ કલ્યાણ વિભાગના સયુંકત ઉપક્રમે મોરબી જિલ્લા વિસ્તારમાં નાર્કોટિક્સની બદીઓ દૂર કરવા માટે અને ડ્રગ્સ અંગે જાગૃતતા લાવવા અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં નાયબ નિયામક એ.એમ.છાસીયા, એસ.ઓ.જી. ટીમના પી.એસ.આઈ. એમ.એસ.અન્સારી, સમાજ કલ્યાણ અધિકારી ડી.એમ. ડાભી તેમજ છાત્રાલયના છાત્રો, અને સ્ટાફ ગણની ઉપસ્થિતિમાં નાર્કોટિક્સ માદક પ્રદાર્થની ઉત્પતિ અને તેનાથી બનતા ડ્રગ્સ અંગેની જાણકારી, ડ્રગ્સના સેવનથી માનવ જીવન ઉપર થતી આડ અસરો તેમજ આવી પ્રવુતિ ધ્યાન ઉપર આવીએ લગત એજન્સીને કેવી રીતે માહિતી આપવી તે અંગેની છાત્રોને વિગતવાર સમજ આપવામાં આવી હતી.