મોરબી : મોરબી શહેરના વણકરવાસ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી રોમનસિંહ ઓમપ્રકાશ પાલ ધંધો-મજુરી રહે-નવલખી રોડ, નિલકંઠ રેસીડન્સી, ત્રીલોકસિંઘ દર્શંનસિંગ સેગર રહે-નવલખી રોડ, યમુનાનગર, બ્રજમોહનભાઇ પ્રહલાદભાઇ સુથાર રહે-નવલખી રોડ,નિલકંઠ રેસીડન્સી, રૂશ્તમસિંહ મહેન્દ્રસિંહ સેગર રહે-યમુનાનગર, અતુલસિંઘ રામપ્રકાશસિંગ તોમર રહે-રબારીવાસ, અનુરાગસિંગ પરાગસિંગ સેગાર રહે.વણકરવાસ અને અમીતભાઇ રમેશભાઇ સેગાર રહે. વણકરવાસ વાળાઓને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,200 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.