Sunday - May 03, 2026

મોરબી જિલ્લામાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ઉજવાતું લોકશાહી પર્વ

મોરબી જિલ્લામાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ઉજવાતું લોકશાહી પર્વ

 મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો ઉપર આજે સવારથી પોલીસ અને અર્ધ લશ્કરી દળોની જડબેસલાક સુરક્ષા વચ્ચે તમામ મતદાન બુથોએ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને સવારના 7 વાગ્યાથી મતદારો બુથો ઉપર મતાધિકારનો ઉપયોગ કરવા ઉમટી પડ્યા છે. જો કે સવારે 10 વાગ્યાથી આકરી ગરમી શરૂ થઈ જતી હોય વહેલી સવારમાં જ લીલા છાયામાં મતદાન કરવા બુગુર્ગો, મહિલાઓ, યુવાઓ સહિતના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડી મતદાન કરી રહ્યા છે.

આજે મંગળવારના રોજ મોરબી જિલ્લામાં સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. જે સાંજે 6 વાગ્યા સુધી ચાલવાની છે. મોરબી જિલ્લામાં કૂલ 8,30,701 મતદારો છે. જેમાંથી 4,29,073 પુરુષ મતદારો અને 4,01,618 મહિલા મતદારો છે. 65-મોરબી વિધાનસભા વિસ્તારમાં કૂલ 295 મતદાન મથકો, 66-ટંકારા વિધાનસભા વિસ્તારમાં કૂલ 291 મતદાન મથકો અને 67-વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં કૂલ 303 એમ જિલ્લામાં કૂલ 889 મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

આ સાથે સુરક્ષા વ્યવસ્થા માટે પૂરતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. મોરબી જિલ્લાના તમામ બુથ પર કૂલ 3557 લોકો ફરજ બજાવી રહ્યા છે.આ ઉપરાંત 466 રિઝર્વ સ્ટાફ રાખવામાં આવ્યો છે. 2400 જેટલા સુરક્ષા કર્મીઓનો બંદોબસ્ત છે. CRPFની 65 હાફ સેક્શન હથિયારી બુથ પર સુરક્ષામાં તૈનાત છે. જિલ્લાભરમાં કૂલ 83 માઈક્રો ઓબ્ઝર્વર બુથના સ્થળ પર હાજર રહ્યા છે.

મોરબી જિલ્લામાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ઉજવાતું લોકશાહી પર્વ