ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે પર ટંકારા તાલુકાના જબલપુરના પાટિયા પાસે અચાનક ગાયનું ટોળું આડુ ઉતરતા બુલેટ ચાલકે બ્રેક મારતા પાછળથી કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી બુલેટને હડફેટે લેતા બુલેટ સવાર દંપતીને ઇજાઓ પહોંચી હતી.
રાજકોટ - મોરબી હાઇવે પર ગત તા.24ના રોજ રાજકોટથી આમરણ દર્શન કરવા બુલેટ પર જઈ રહેલા વિજયભાઈ કિશોરભાઈ ચૌહાણના બુલેટ આડે ગાયનું ટોળું આડુ ઉતરતા તેમને બ્રેક મારી સ્પીડ ધીમી કરી હતી.બરાબર આ સમયે પાછળ આવતી જીજે - 36 - એસી - 4312 નંબરની કારના ચાલકે કાબુ ગુમાવી બુલેટને પાછળથી ટક્કર મારતા ફરિયાદી વિજયભાઈ તેમજ પાછળ બેઠેલા તેમના પત્ની ગાયત્રીબેનને અકસ્માતમાં ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે ટંકારા પોલીસે વિજયભાઈની ફરિયાદને આધારે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.