Saturday - May 16, 2026

મોરબી અને માળીયામાં વરલી મટકાનો જુગાર રમતા ત્રણ ઝબબે

મોરબી અને માળીયામાં વરલી મટકાનો જુગાર રમતા ત્રણ ઝબબે

મોરબી : મોરબી શહેર તેમજ માળીયા મિયાણામાં પોલીસે અલગ અલગ ત્રણ દરોડામાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા ત્રણ આરોપીઓને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રવાપર રોડ પર ચકીયા હનુમાનજી મંદિર પાસેથી આરોપી અમિત વિઠ્ઠલભાઇ ખેરડીયા ઉ.45 રહે.શનાળા બાયપાસ વાળાને વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂ.900 કબ્જે કર્યા હતા.

બીજા દરોડામાં માળીયા મિયાણા પોલીસે સરકારી હોસ્પિટલ પાસેથી આરોપી વલીમામદ કરીમભાઈ મોવર રહે.ગેબનશા પીરની દરગાહ પાસે માળીયા વાળાને રોકડા રૂપિયા 250 સાથે તેમજ રેલવે સ્ટેશન રોડ પર ત્રીજા દરોડામાં આરોપી અલ્યાસ હુસેનભાઈ ખોડ રહે.મોટી બજાર માળીયા વાળાને રોકડા રૂપિયા 350 સાથે વરલીનો જુગાર રમાડતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.