Sunday - May 03, 2026

મોરબી નજીક કન્ટેનર ચાલકે અચાનક ટ્રેક બદલી બ્રેક મારતા ટ્રક અથડાતા એકનું મોત

મોરબી નજીક કન્ટેનર ચાલકે અચાનક ટ્રેક બદલી બ્રેક મારતા ટ્રક અથડાતા એકનું મોત

મોરબી : મોરબી - કચ્છ નેશનલ હાઇવે ઉપર સિરામિક સીટી પાસે કન્ટેનર ચાલકે અચાનક ટ્રેક બદલી બ્રેક મારતા પાછળ આવી રહેલ ટ્રક કન્ટેનરના ઠાઠામાં ઘુસી જતા મોરબીના રહેવાસી ટ્રક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ કન્ટેનર ટ્રક ચાલક નાસી જતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મોરબી - કચ્છ હાઇવે ઉપર સિરામિક સીટી પાસે ગત તા.23ના રોજ રાત્રીના સમયે જીજે - 39 - ટી - 1595 નંબરના કન્ટેનર ટ્રક ચાલકે અચાનક ટ્રેક બદલી બ્રેક મારતા પાછળ આવી રહેલા જીજે - 01 - ડિયું - 5096 નંબરનો ટ્રક કન્ટેનરના પાછળના ભાગે અથડાતા ટ્રકચાલક ગોરધનભાઇ મકવાણા રહે.વીસીપરા મોરબી વાળાને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત બાદ કન્ટેનર ટ્રક ચાલક નાસી જતા આ ઘટના અંગે મૃતકના પુત્ર ગેલાભાઈ ગોરધનભાઇ મકવાણાએ આરોપી ટ્રક કન્ટેનર ચાલક વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.