Friday - Aug 28, 2026

મોરબીના જાંબુડીયા પાસે કન્ટેનર ભડભડ સળગી ઊઠ્યું

મોરબીના જાંબુડીયા પાસે કન્ટેનર ભડભડ સળગી ઊઠ્યું

મોરબી : મોરબી નજીક આવેલા નવા જાંબુડીયા વિસ્તારમાં એક કન્ટેનરમાં અચાનક આગ ભભૂકી ઊઠવાની ઘટના સામે આવી છે. વીંટેલ સિરામિક નજીક રહેલા આ ટ્રકમાં જોતજોતામાં જ આગની મોટી જ્વાળાઓ ઉઠવા લાગી હતી અને કન્ટેનર ભડભડ સળગી ઊઠ્યું હતું. આ ભીષણ આગને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

કન્ટેનરમાં લાગેલી ભીષણ આગની જ્વાળાઓ જોઈને ઘટનાસ્થળે લોકોના મોટા ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. જોકે, સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરીને આજુબાજુમાંથી પાણીની વ્યવસ્થા કરી હતી અને સળગતા કન્ટેનર પર પાણીનો મારો ચલાવ્યો હતો. લોકોની ભારે જહેમત બાદ અંતે આગ પર કાબુ મેળવી શકાયો હતો. કન્ટેનરમાં આગ કયા અગમ્ય કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.

મોરબીના જાંબુડીયા પાસે કન્ટેનર ભડભડ સળગી ઊઠ્યું