Saturday - May 16, 2026

મોરબીમાં ટ્રક હડફેટે બે યુવકના મોતની અઠવાડિયા પૂર્વેની ઘટનાની ફરિયાદ નોંધાઇ

મોરબીમાં ટ્રક હડફેટે બે યુવકના મોતની અઠવાડિયા પૂર્વેની ઘટનાની ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબી - માળીયા મિયાણા હાઈવે પર નવા સાદુળકા નજીક ટ્રક ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લઈ અકસ્માત સર્જતાં આ ગંભીર અકસ્માતમાં બે યુવાનના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે અન્ય એક યુવકને ઇજા પહોંચી હતી.અઠવાડિયા પૂર્વે બનેલી અકસ્માતની ઘટનામાં મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મોરબી - માળીયા હાઇવે પર ગત તા.19ના રોજ સર્વોદય હોટલ પાસે ત્રિપલ સવારી બાઇકને જીજે - 03 - બીઝેડ - 9417 નંબરના ટ્રક ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં બાઇકમાં બેઠેલા અમિતકુમાર રમેશકુમાર વિશ્વકર્મા અને શિવરામ ભેરુસિંહ ભાબર નામના યુવકના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે અલ્કેશભાઈ કૈલાસભાઈ સરિયામ નામના યુવકને ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે કમલસિંગ જુવાનસિંગ રાવત રહે.હાલ રવાપર નદી, મૂળ રહે.ધનોરા મધ્યપ્રદેશ વાળાએ ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.