વાંકાનેર:– આજે તા,૨૫/૦૭/૨૦૨૫ના રોજ પ્રા.આ.કે દલડી હેઠળના શેખરડી ગામે લોકોમાં જાગૃતિ આવે, લોકોને આરોગ્યની તમામ યોજનાઓ અને સેવાઓનો લાભ મળે એ હેતુથી ડીડીઓ તેમજ સીડીએચઓની સુચનામુજબ કોમ્યુનીટી હેલ્થ મીટીંગનુ આયોજન કરેલ હતુ.
કોમ્યુનીટી હેલ્થ મીટીંગમા પ્રા આ કે - દલડીના મેલ હેલ્થ સુપરવાઇઝર કાળુભાઇ આંતરેશા દ્વારા PMJAY કાર્ડ,મચ્છરજન્ય રોગો,પાણીજન્ય રોગો, વસ્તી સમસ્યા(વસ્તી વિસ્ફોટ), ટી.બી રોગ, ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ તેમજ રાષ્ટ્રીય બાલ સ્વાથ્ય કાર્યક્રમ વિશે માહિતી આપેલ તેમજ ગપ્પી ફિશ અને પોરા પ્રદર્શન કરેલ.
પ્રા આ કે -દલડીના ફીમેલ હેલ્થ સુપરવાઇઝર કસ્તુરીબેન દેગામા દ્વારા વેરી હાઇરીસ્ક મધરની ડીલેવરી મેડિકલ કોલેજ કે જિલ્લા હોસ્પીટલમા કરાવવા સમજ આપેલ તેમજ અન્ય ડીલેવરી સરકારી હોસ્પિટલમા કરાવવા સમજાવેલ.
આયુષ્યમાન આરોગ્ય કેંદ્ર- શેખરડીના એ.એન.એમ બહેન નિધિબેન નંદાસીયા દ્વારા નમોશ્રી યોજના અને પ્રધાન મંત્રી માતૃ વંદના યોજના વિશે માહિતી આપવામા આવેલ હતી.
આયુષ્યમાન આરોગ્ય કેંદ્ર- શેખરડીના સી એચ ઓ માનસીબેન પાઠક દ્વારા ગ્રામજનોને એન.સી.ડી તેમજ ટેલીમેડીસીન વિશે માહિતી આપવામા આવેલ હતી.
આયુષ્યમાન આરોગ્ય કેંદ્ર- શેખરડીના એમ.પી.એચ.ડબલ્યુ ભરતભાઇ કારેલીયા દ્વારા ગપ્પી ફિશ પ્રદર્શન અને પોરા પ્રદર્શન કરવામા આવ્યું હતું.