પ્રદુષણ રહિત વાતાવરણ કરવા વૃક્ષોના રોપા લોકોને આપી સંત જોગ બાપુની 50મી નિર્વાણતિથિની પ્રેરણાદાયી ઉજવણી
મોરબી : સીરામીક સીટી તરીકે વિશ્વ વિખ્યાત મોરબી પંથકમાં ઔધોગિક એકમોના પ્રદુષણ અને સિમેન્ટ કોંક્રેટનું જંગલની જેમ ચારેતરફ ભવ્ય ઇમારતો ખડકાવાને કારણે વૃક્ષોનું નિકંદન થઈ જવાથી પર્યાવરણે સંતુલન ગુમાવ્યું હોય એવી પરિસ્થિતિ સામે આવી છે. જો કે વિકાસ જરૂરી હોય પણ સાથે સમગ્ર જીવ સૃષ્ટિના અસ્તિત્વ માટે પર્યાવરણની સમતુલા પણ જરૂરી હોવાથી વધુને વધુ વૃક્ષો વવાય તે માટે જોગ યુવા ગ્રુપ દ્વારા ગ્રીન બેલ્ટ વધારવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં તેમના આધ્યાત્મિક ગુરુદેવ જોગબાપુની 50મી નિર્વાણતિથિની મોરબીને લીલુંછમ હરિયાળું બનાવવા ઘટાદાર વૃક્ષોના રોપનું વિતરણ કરીને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.
જોગ યુવા ગ્રુપ થાનગઢ દ્વારા સંત જોગ બાપુની સદાય પેઢી દર પેઢી પ્રકૃતિનું જતન કરવાના બોધપાઠને ખરા અર્થે જીવંત કરવા તેમની 50મી નિર્વાણતિથિએ મોરબી પંથકને હરિયાળુ બનાવવાના હેતુસર ઘટાદાર વૃક્ષોના રોપાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ગ્રુપના યુવાનો વાહનોમાં વિવિધ વૃક્ષોના રોપા લઈને નીકળીને મોરબી પંથકના જુદા-જુદા ગામોમાં વિનામૂલ્યે રોપા વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં વિરપર, લજાઈ, નસીતપર, મોટા ખીજડીયા, નાના ખીજડીયા, વાઘગઢ, ઘુનડા, નેસડા, ખાનપર, ચાચાપર અને રાજપર સહિતના ગામોમાં ફરીને ગ્રામજનોને અંદાજિત 4,000 થી વધુ રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ગુરુપૂર્ણિમાના પાવન અવસર પર પણ આ ગ્રુપ દ્વારા 3,000 જેટલા રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જોગ યુવા ગ્રુપ દ્વારા લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને ઉછેરવા અપીલ કરવામાં આવી છે. જે કોઈ નાગરિકો કે ગ્રામજનોને રોપાની જરૂર હોય તેઓ ગ્રુપના અગ્રણીઓનો સંપર્ક કરી શકે છે.
જોગ યુવા ગ્રુપ થાનગઢ - રોપા વિતરણ માટે સંપર્ક નંબર
થાનગઢ વિસ્તાર
* વિજયભાઈ દૂધરેજિયા: 9426437180
* સંજયભાઈ અંડોદરીયા: 9825820911
* સંજયભાઈ ઘરોડીયા: 9773155750
* દીપકભાઈ પીપળીયા: 9427669994
* વિપુલભાઈ સવાડીયા: 9722080644
* ધીરૂભાઈ માથડીયા: 9106123342
* રમેશભાઈ વાનેસીયા: 9879471690
ઉંચીમંડળ વિસ્તાર
* સંજયભાઈ કુંડારીયા: 9925360024
* પ્રફુલભાઈ કુંડારીયા: 9979134851
લીલાપર વિસ્તાર
* જયેશભાઈ વરસડા: 9825447726
* કિશોરભાઈ દેત્રોજા: 9879034944
* લલિતભાઈ સરઘાકીયા: 8160129380