Wednesday - Jun 10, 2026

મોરબીમાં શાકભાજી લેવા નીકળેલો બાળક ગુમ થતા અપહરણનો ગુનો દાખલ

મોરબીમાં શાકભાજી લેવા નીકળેલો બાળક ગુમ થતા અપહરણનો ગુનો દાખલ

મોરબી : મોરબી શહેરના માળીયા ફાટક નજીક કાંતિનગરમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની પરિવારના આઠ વર્ષના બાળકને શાકભાજી લેવા મોકલ્યા બાદ બાળક લાપતા બની જતા બાળકના બહેને બાળકનું અપહરણ થયાની આશંકા દર્શાવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

મોરબી શહેરના માળીયા ફાટક નજીક આવેલ કાંતિનગર વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના વતની ડોલીબેન રવીકુમાર જાટવએ બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તા.8ના રોજ તેઓએ તેમના આઠ વર્ષની ઉંમરના નાના ભાઈને ચારેક વાગ્યે નજીકમાં શાકભાજી લેવા મોકલ્યા બાદ બાળક પરત નહી આવતા કોઈ અજાણ્યા ઇસમ બાળકનું અપહરણ કરી ગયાની આશંકા દર્શાવી ફરિયાદ નોંધાવી હતી.