Saturday - May 16, 2026

ઘુંટુ નજીક 237 બોટલ વિદેશી દારૂ ભરેલી ઇકો કાર મળતા બે સામે ગુનો દાખલ

ઘુંટુ નજીક 237 બોટલ વિદેશી દારૂ ભરેલી ઇકો કાર મળતા બે સામે ગુનો દાખલ

મોરબી : મોરબીના ઘુંટુ ગામની પાછળ આવેલ વસંતવિહાર સોસાયટી નજીક પડતર જગ્યામાં વિદેશી દારૂની હેરફેર કરી સગેવગે કરવામાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડતા બુટલેગર નાસી ગયા હતા અને બનાવ સ્થળેથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર મળી આવતા પોલીસે બે આરોપીઓને ફરાર દર્શાવી 237 બોટલ વિદેશી દારૂ ભરેલી ઇકો સહિત 7,60,700 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મોરબી એલસીબી ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, ઘુંટુ નજીક આવેલ વસંતવિહાર સોસાયટી પાછળ ખુલ્લી પડતર જગ્યામાં વિદેશી દારૂ સગેવગે કરવામાં આવી રહ્યો છે. જે બાતમીને આધારે દરોડો પાડતા બનાવ સ્થળેથી જીજે - 36 - એજે - 5692 નંબરની ઇકો કાર રેઢી હાલતમાં મળી આવતા કારમાંથી 237 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ.2,60,700 કબ્જે કરી 5 લાખની કિંમતની ઇકો સહિતનો 7,60,700નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં વિદેશી દારૂનો આ જથ્થો આરોપી મોઇન મહંમદ જામ રહે.મચ્છી પીઠ, મોરબી વાળાનો હોવાનું ખુલતા મોઇન તેમજ તપાસમાં ખુલે તે અજાણ્યા વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.