બે દિવસ પૂર્વે ઘેરથી નીકળ્યા બાદ મોબાઈલ અને મોટર સાયકલ કેનાલ કાંઠે મૂકી અંતિમ પગલું ભરી લેતા પરિવારમાં અરેરાટી
હળવદ : હળવદ શહેરની શ્રીજી સોસાયટીમાં રહેતા આશાસ્પદ યુવાને બે દિવસ પહેલા સાંજના સમયે પોતાના ઘેરથી નીકળી ગયા બાદ માનસર નજીક નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લેતા દલવાડી પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
મૂળ હળવદ તાલુકાના રણજીતગઢ ગામના વતની અને હાલમાં હળવદ શ્રીજી સોસાયટીમાં રહેતા સુજલભાઈ મનસુખભાઇ સોનાગ્રા ઉ.18 નામનો યુવાન ગત તા.14ના રોજ સાંજના સવા ચારેક વાગ્યાના અરસામાં ઘેરથી નીકળ્યા બાદ પોતાનો મોબાઈલ અને મોટર સાયકલ માનસર નજીક નર્મદા કેનાલના સાયફન પાસે મૂકી કેનાલમાં કૂદી જઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.