Wednesday - Nov 05, 2025

લજાઈ નજીક કારખાનામાં યુવાનની હત્યા બનાવમાં શ્રમિક સામે ગુન્હો દાખલ

લજાઈ નજીક કારખાનામાં યુવાનની હત્યા બનાવમાં શ્રમિક સામે ગુન્હો દાખલ

ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે ભરડીયા વાળા રોડ ઉપર આવેલ દેવ પોલોપેક કારખાનામાં ગત તા.27ના રોજ બે શ્રમિકો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી બાદ એક શ્રમિકે અન્ય શ્રમિકને આંખમાં લોખંડની તારપીન મારી દેતા યુવાનનું સારવારમાં મૃત્યુ થયુ હતી.હત્યામાં પલટાયેલા આ બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં મૃતકના કાકાની ફરિયાદને આધારે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

ટંકારા તાલુકાના લજાઈ ગામે ભરડીયા રોડ ઉપર આવેલ દેવ પોલોપેક નામના કારખાનામાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની કમલચન્દ્ર ઉર્ફે પિન્ટુભાઈ વર્માને તેના જ કારખાનામાં કામ કરતા ઉત્તરપ્રદેશના વતની એવા આરોપી અંગદ કૈલાશ રાજભર સાથે ગત તા.27ના રોજ કોઈ બાબતે બોલાચાલી થયા બાદ આરોપી અંગદે પોતાની પાસે રહેલ લોખંડની તારપીન મરણજનાર કમલચન્દ્ર ઉર્ફે પિન્ટુભાઈની આંખમાં મારી દેતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા હત્યામાં પરિણમેલ આ ઘટનામાં મૃતક પિન્ટુભાઈના કાકા મુન્નાલાલ પ્યારેલાલ વર્માની ફરિયાદના આધારે ટંકારા પોલીસે આરોપી અંગદ કૈલાસ રાજભર વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.