મોરબી : મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા શહેર જિલ્લામાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ જાહેર કર્યો હોવા છતાં વાંકાનેરના કેરાળા ગામના યુવકે મોરબીના મયુર બ્રિજ પર ડ્રોન ઉડાવી વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં અપલોડ કરતા બનાવ અંગે એસઓજી પોલીસે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
સુરક્ષાના કારણોસર મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા શહેર જિલ્લાના વ્યૂહાત્મક વિસ્તારમાં ડ્રોન ઉડાવવાની મનાઈ ફરમાવી હોવા છતાં વાંકાનેરના કેરાળા ગામે રહેતા લિયાક્તહુસેન અબ્દુલરહીમ બાદી ઉ.35 નામના યુવકે મયુર બ્રિજ પર ડ્રોન ઉડાવી વીડિયો બનાવી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ચડાવી વાયરલ કરતા બનાવ અંગે એસઓજી પોલીસે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.