Sunday - Jul 05, 2026

ટંકારાના મેઘપર ઝાલા નજીક કારમાં વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

ટંકારાના મેઘપર ઝાલા નજીક કારમાં વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મેઘપર ઝાલા ગામના પાટિયા પાસેથી બાતમીને આધારે વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં પસાર થતી જીજે - 36 - એસી - 9537 નંબરની હ્યુન્ડાઇ વેન્યુ કાર અટકાવી તલાશી લેતા આરોપી સાગર સવજીભાઈ માલકીયા રહે. ઘુનડા (ખાનપર)વાળાના કબજા વાળી કારમાંથી વિદેશી દારૂની 20 બોટલ કિંમત રૂપિયા 12,111 મળી આવતા પોલીસે 5 હજારનો મોબાઈલ ફોન તેમજ 4 લાખની કાર સહિત 4,17,111નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.