Sunday - May 17, 2026

વાંકાનેર નજીક હાઇવે ઉપર અકસ્માતમાં એકનું મોત

વાંકાનેર નજીક હાઇવે ઉપર અકસ્માતમાં એકનું મોત

વાંકાનેર - ચોટીલા નેશનલ હાઇવે ઉપર વાંકાનેર શહેર નજીક વતન હોટલમાં જમીને રસ્તો ક્રોસ કરી રહેલા રાજસ્થાનના વતની બે ટ્રક ચાલકને કાર ચાલકે હડફેટે લઈ ઉલાળતા એક ટ્રક ચાલકનું ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બીજા ટ્રક ચાલકને ઇજાઓ પહોંચી હતી.

 વાંકાનેર - ચોટીલા નેશનલ હાઇવે ઉપર આવેલી વતન હોટલમાં જમવા ગયેલા રાજસ્થાનના વતની ટ્રક ચાલક નુરાખાન સફુરખાન કુંભાર અને સિકંદરભાઈ અબ્બાસખાન જમીને પરત ટ્રક પાસે જવા રોડ ઉપર સાઈડમાં ઉભા હતા ત્યારે જીજે - 36 -એલ - 9229 નંબરના કાર ચાલકે બન્નેને હડફેટે લઈ ઉલાળતા આ અકસ્માતમાં સિકંદરભાઈ અબ્બાસખાનનું ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું જ્યારે નુરાખાનને ઇજાઓ પહોંચી હતી.અકસ્માતના બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો છે.