હળવદ : દિવાળીના તહેવારમાં દારૂની રેલમછેલ રોકવા પોલીસ એક્શન મોડમાં આવી છે ત્યારે હળવદ પોલીસે બાતમીને આધારે માથક ગામ નજીક વોચ ગોઠવી વિદેશી દારૂ - બિયર ભરેલી સ્વીફ્ટ કાર ઝડપી લઈ રૂ.3.63 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર મૂકી નાસી ગયેલ આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
હળવદ પોલીસને બાતમી મળી હતી કે, માથક ગામ નજીક વિદેશી દારૂની હેરફેર કરવામાં આવી રહી છે. જે બાતમીને આધારે વોચ ગોઠવતા માથક ગામની સીમમાં વાઘજીભાઈ છનાભાઈ કોળીની વાડી નજીક પડેલી જીજે - 36 - એફ - 1508 નંબરની સ્વીફ્ટ કાર લેતા આરોપી પિન્ટુ અશોકભાઇ બોરાણીયા રહે.માથક વાળાની કારમાંથી વિદેશી દારૂની 12 બોટલ કિંમત રૂપિયા 15,600 તેમજ બિયર ટીન 216 કિંમત રૂપિયા 47,520 મળી આવતા રૂ.3લાખની કાર સહિત કુલ 3,63,120નો મુદ્દામાલ કબ્જે કરી હાજર નહિ મળી આવેલ પિન્ટુ નામના આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.