મોરબી : વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષને આવકારવા અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા માટે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ-મોરબી દ્વારા મોરબી શહેર અને જિલ્લામાં વસતા રજપૂત ક્ષત્રિય સમાજના પરિવારો માટે એક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ બુધવાર, તારીખ 22 ઓક્ટોબર 2025ના રોજ સાંજે 04:30 થી 05:30 દરમિયાન શક્તિ માતાજીના મંદિરે, શકત શનાળા, મોરબી ખાતે યોજાશે. ત્યારે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ (યુવા પાંખ) દ્વારા સમાજના પરિવારોને સહપરિવાર સાથે આ સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપવા અનુરોધ કરાયો છે.