Friday - Oct 09, 2026

હળવદના કેદારીયા ગામના પાટિયા નજીક કાર હડફેટે બાઈક ચાલકનું મોત

હળવદના કેદારીયા ગામના પાટિયા નજીક કાર હડફેટે બાઈક ચાલકનું મોત

 હળવદ તાલુકાના કેદારીયા ગામના પાટિયા પાસે ગત તા.30 માર્ચના રોજ એમએચ - 14 - એફએક્સ - 1925 નંબરની મારુતિ સિયાઝ કારના ચાલકે જીજે - 13 - એચએચ - 6166 નંબરના બાઈક ચાલક રસિકભાઈ કાનજીભાઈ પરોઢા રહે.કેદારીયા ગામ વાળાને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા રસિકભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના નાના ભાઈ અરવિંદભાઈએ હળવદ પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.