Monday - Aug 24, 2026

મોરબીની માધાપરવાડી કન્યા શાળાનું NMMS પરીક્ષામાં 100% પરિણામ આવ્યું

મોરબીની માધાપરવાડી કન્યા શાળાનું NMMS પરીક્ષામાં 100% પરિણામ આવ્યું

મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળા જિલ્લામાં પ્રથમ નંબરે ઉતિર્ણ

મોરબી : આ વર્ષે લેવાયેલી NMMS પરીક્ષામાં મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે. 100% પરિણામ મેળવી વિદ્યાર્થિનીઓએ શાળાને અનોખી સિદ્ધિ અપાવી છે. તેમજ આ શાળાની તેજસ્વી બાળા વંદના હંસરાજભાઈ પરમારે રાષ્ટ્રીય લેવલની પરીક્ષામાં 180 માંથી 158 માર્ક્સ પ્રાપ્ત કરી જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાને ગૌરવશાળી સિદ્ધિ અપાવી છે.

શાળાને આ સિદ્ધિ અપાવવા બદલ તમામ બાળાઓ તેમજ વર્ષ દરમ્યાન ખુબજ મહેનત કરાવનાર શિક્ષકો જયેશભાઈ અગ્રાવત, દયાળજી બાવરવા, ચાંદનીબેન સાંણજા, અશ્વિનભાઈ ભુવા વગેરેને પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ ધન્યવાદ આપી બાળાઓનું શૈક્ષણિક સાહિત્ય અર્પણ કરી સન્માન કરાયું હતું.